મોરબી : ટ્રાફિક ઝુંબેશમાં નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પર તબાહી

મોરબી જીલ્લામાં વાહન અકસ્માત અને ચોરીના બનાવો અટકવવા માટે પોલીસની વાહન ચેકિંગ ઝુંબેશ દરમિયાન ૨૯ વાહનો ડીટેઈન કરી આઠ પીધેલી હાલતમાં વાહન ચલાવતા ઈસમો સામે કેસ કરવામાં આવ્યો હતો

મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ દ્વારા વિવિધ પોઈન્ટ પર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ ૨૯ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા જયારે ભયજનક રીતે વાહન ચલાવતા ત્રણ સામે કેસ કરવામાં આવ્યા છે તો નશો કરી વાહન ચલાવતા આઠ સામે કાર્યવાહી કરી છે કુલ ૮૩ કેસ કરીને ૨૧,૭૫૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat