


મોરબી એસ.ટી. વર્કશોપમાં ફરજ બજાવતા બે કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં એસ.ટી.ના યુનિયન. મેનેજર, સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી એસ.ટી.વર્કશોપ ખાતે ફરજ બજાવતાં ભગવાનજીભાઈ બી.અધારા અને શારદાબેન કે વાઘેલા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં મોરબી ડેપો મેનેજર એ.પી.કરમટા, એ.એન.પઢારીયા, હેડમીકેનીક ડી.એમ.જાડેજા, એ.ટી.આઈ સુભાષભાઈ ચાવડા અને વર્કશોપ સ્ટાફ સહિતના ત્રણેય યુનિયનના આગેવાનો ઉપસ્થિત રહીને બંનેને શુભેચ્છા પાઠવી હતી.