મોરબી એસટી ડેપોના કંડકટરની પ્રમાણિકતા, મુસાફરની રોકડ રકમ પરત સોપી

આજના હળાહળ કલયુગમાં પણ માનવતાને મહેકાવતા અને પ્રમાણિકતાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે જેમાં આજે મોરબી ડેપોના કંડકટર પોતાના રૂટની બસમાં હોય દરમિયાન એક મુસાફરના પડી ગયેલા ૪૦૦૦ રૂપિયાની રોકડ રકમ પરત સોપી છે

મોરબી ડેપો ખાતે ફરજ બજાવતાં કંડકટર સુનિલભાઈ પૈજા પોતાના રૂટની બસ નં-4324 મોરબી-ઉમિયાનગરમાં ફરજ પર હોય ત્યારે એમ.પી.રાજગઢના મુસાફર અજયભાઈ ગણાવા ના રૂ.4000 પડી ગયા હતા જે રકમ કંડકટરને મળતા તેને માલિકને પરત સોપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ મોરબી ડેપોની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે ત્યારે સુનીલભાઈની પ્રમાણિકતાને એસટી ડેપો મોરબી, ખાખરાળા ગામ અને વ્યાસ પરિવારે બિરદાવી હતી

Comments
Loading...
WhatsApp chat