વિધવા બહેનો માટે કોણે કરી રજૂઆત

ગુજરાત રાજ્યમાં તમામ તાલુકાઓમાં વિધવા બહેનોના વિધવા અંગેના પ્રમાણપત્ર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પર ડોકટરો દ્વારા આપવામાં આવતા હતા.જે પ્રમાણપત્રો સંદર્ભ વાળા પરિપત્રથી બંધ કરવામાં આવે છે અને ફક્ત વૃધ્ધોને ઉમરનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.સંદર્ભ વાળા પરિપત્રથી વિધવા અંગેના પ્રમાણપત્ર બંધ કરવામાં આવે છે.આ પ્રમાણપત્ર મેળવવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે ધકા કહાવાના રહે છે તેમજ આ પ્રમાણપત્ર મેળવવામાં ધણી મુશ્કેલી પડતી હોવાથી તેમને વિધવા પેન્શન પણ સમયસર મળતું નથી જેના કારણે ધર ચલાવવામાં ધણી મુશ્કેલી પડતી હોવાથી આ મુદે મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જાકાસણીયાએ ગાંધીનગર આરોગ્ય,તબીબ સેવાઓ અને તબીબ શિક્ષણના કમિશનરને લેખીતમાં રજૂઆત કરી છે.તેમજ સોનલબેન જાકાસણીયાએ માંગણી કરી છે કે વિધવા અંગેના પ્રમાણપત્રો સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવે જેથી કરીને વિધવા બહેનોને સમયસર વિધવા પેન્શનનો લાભ મળી રહે.

Comments
Loading...
WhatsApp chat