

આજ રોજ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન અને મોરબી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ.સાટીની સુચનાથી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હળવદ તાલુકાના ચરાવડા ગામે બસ સ્ટેશન પાસેથી આરોપી કાંન્તીલાલ ઇશ્વરભાઇ માકાસણા જાતે પટેલ ઉ.વ.પ૩ રહે.રણછોડરાયના મંદીર પાસે , ચરાડવા તા.હળવદ જી.મોરબી વાળો બાર બોડ ડબલ બેરલ બંદુક કી.રૂ.૧પ,૦૦૦/-ની સાથે રાખી લાયસન્સ રીન્યુ નહી કરાવી લઇ નિકળતા મળી આવતા પરવાના લાયસન્સની શરતોનો ભંગ કરતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પો.હેઙ.કોન્સ. શંકરભાઇ ડોડીયાતથા કિશોરભાઇ મકવાણા તથા જયપાલસિંહ ઝાલા તથા ફારૂકભાઇ પટેલ તથા પો.કોન્સ.એ.પી.જાડેજા તથા પ્રવિણસિંહ ઝાલા તથા મયુરધ્વજસિંહ જાડેજાતથા ભરતસિંહ ડાભી તથા વિજયભાઇ ખીમાણીયાએ કરેલ છે.