Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી એસઓજી ટીમે અપહરણના આરોપીને સુરતથી દબોચી લીધો

આરોપી એક વર્ષથી નાસતો ફરતો હતો જેને આખરે દબોચી લેવાયો

મોરબી એસઓજી ટીમ અપહરણના તેમજ બાળક ગુમ થયાના ગુન્હાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન અપહરણના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના પીઆઈ એસ.એન.સાટીની ટીમને મળેલી ખાનગી બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણનો આરોપી કાનજી ઉર્ફે કનું મોહનભાઈ રાણવા જાતે અનુ. જાતી રહે. હાલ સુરત દર્શન સોસાયટી મૂળ નાના રામપર તા. ટંકારા વાળો હોવાની બાતમીને પગલે એસઓજી ટીમે સુરત જઈને તપાસ કરતા આરોપી કાનજી રાણવાને તેમજ ભોગ બનનાર બંને મળી આવતા આરોપીની અટકાયત કરી ભોગ બનનારને તેના વાલીને સોપવામાં આવેલ છે.

આ કામગીરી એસઓજી પીઆઈ સલીમ સાટી ઉપરાંત ટીમના અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ, શંકરભાઈ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, પ્રવીણસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, અને નરેન્દ્રસિંહ જાડેજાએ કરેલ છે.

Comments
Loading...
WhatsApp chat