તડીપાર આરોપીને મોરબી એસઓજી ટીમે ઝડપ્યો

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજીના પીએસઆઈ આર.ટી. વ્યાસ સહિતની એસઓજી ટીમ મોરબી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે સબ ડીવી. મેજી. મોરબીના હદપારી કેસ નંબર ૧/૨૦૧૭ તા. ૩૧/૦૩/૨૦૧૭ ના હુકમથી મોરબી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ જીલ્લામાંથી બે વર્ષ માટે હદપાર કરવામાં આવેલ ઇસમ રમેશ બાબુભાઈ સાતોલા જાતે કોળી (ઉ.વ.૩૫) રહે. ત્રાજપર ખારી રામજી મંદિર પાસે મોરબી વાળાને ત્રાજપર ખારી વિસ્તારમાં હદપારી હુકમનો ભંગ કરતા ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી સહિતના પાંચ જીલ્લામાં તડીપાર હોવા છતાં આરોપી મોરબીમાં હોય, એસઓજી ટીમે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat