Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી એસઓજી ટીમનું ઓપરેશન મુસ્કાન, અપહૃત સગીરા જામનગરથી મળી આવી

 

ટંકારા તાલુકા મથકમાં અપહરણ અંગે નોંધાયેલા ગુન્હાની તપાસ ચલાવતી એસઓજી ટીમે અપહૃત સગીરાને જામનગર તાલુકાના ગામડામઠો શોધી લાધી હતી તેમજ આરોપી સગીર વયનો હોય જેને ટંકારા પોલીસને સોપવામાં આવ્યો છે.

ટંકારા તાલુકા મથકમાં સગીરાના અપહરણ અંગે નોંધાયેલા ગુન્હાની તપાસ સંદર્ભે જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના પીઆઈ એસ.એન.સાટીની ટીમ દ્વારા ભોગ બનનાર સગીરા રહે. મૂળ એમપી વાળીને ચોક્કસ બાતમીને આધારે જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામેથી શોધી લીધી હતી અને આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વયનો ૧૭ વર્ષનો સગીર મૂળ એમપી વાળા સામે ધોરણસરની કાર્યવાહી કરી ટંકારા પોલીસને સોપવામાં આવ્યા છે અને ઓપરેશન મુસ્કાન અંતર્ગત એસઓજી ટીમે અપહરણ કરાયેલી સગીરાને શોધી પરિવારને સોપી હતી.

Comments
Loading...
WhatsApp chat