

કેબલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો
મોરબી એસઓજી ટીમ દ્વારા જીલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તા. ૨૮-૦૩ થીં ૦૬-૦૪ સુધી ડ્રાઈવનું આયોજન કરેલ છે જે ડ્રાઈવ અનુસંધાને મોરબી એસઓજી પીઆઈ એસ એન સાટીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ મથકમાં પાંચ વર્ષથી કેબલ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પંકજ બાબુલાલ બામણીયા આદિવાસી (ઉ.વ,૨૯) રહે હાલ મોરબી પાડા પુલ નીચે મૂળ મધ્યપ્રદેશ વાળાને મોરબી જેલ ચોકમાંથી ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે