એસઓજી ટીમે ચાઈનાના મોબાઈલ ઝડપ્યા

તા.૦૩/૦૮/ર૦૧૭ ના રોજ પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી એસ.ઓ.જી.પો.સબ.ઈન્સ.શ્રી આર.ટી.વ્યાસ સાહેબની સુચનાથી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મહેન્દ્રનગર ગામની ચોકડી પાસે આવેલ સીટી પોઇન્ટ કોમ્પલેક્ષમાં આવેલ ’’ આરવી’’ મોબાઇલ નામની દુકાન ચેક કરતા દુકાન માલિક વિશાલ મનસુખભાઇ પ્રજાપતિ (પાટડીયા) ઉ.વ.ર૬ રહે.મુળ વઢવાણ ધોળીપોળ પાસે નવાદરવાજા હાલ રહે. મહેન્દ્રનગર હરીઓમ સોસાયટી તા.જી..મોરબી વાળો પોતાની કબજા ભોગવટાની દુકાનમાં બીલ વગરના ચાઇના બનાવટના મોબાઇલ નંગ.ર૯ કિ.રૂ.૧૮૧૦૦/-ના વેચાણ કરતા મળી આવતા શકપડતી મિલકત હોવાનુ જણાતા મોબાઇલ કબજે કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે..

આ કામગીરી એસ.ઓ.જી.પો.સબ ઇન્સ.શ્રી આર.ટી.વ્યાસસાહેબની સુચનાથી  એસ.ઓ.જી.સ્ટાફ પો.હેઙ.કોન્સ. શંકરભાઇ ડોડીયાતથા કિશોરભાઇ મકવાણા તથા ફારૂકભાઇ પટેલ તથા  પો.કોન્સ.પ્રવિણસિંહ ઝાલાતથા મયુરધ્વજસિંહ જાડેજાતથા ભરતસિંહ ડાભી તથા જયસુખભાઇ વસીયાણી તથા એ.પી.જાડેજા તથા વિજયભાઇ ખીમાણીયા એ કરેલ છે.

 

Comments
Loading...
WhatsApp chat