મોરબી એસઓજી ટીમે હળવદ નજીકથી દેશી બંદુક સાથે એકને ઝડપ્યો

મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન હળવદ વિસ્તારમાંથી એક શખ્શને દેશી મઝલ લોડ બંદુક સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. એસ.એન.સાટીની એસઓજી ટીમ રથયાત્રાના તહેવારની સુરક્ષા ધ્યાને લઇ પેટ્રોલિંગમાં હોય ત્યારે હળવદ તાલુકાના માથક ગામેથી આરોપી નિલેશ હેમુભાઇ મદ્રેસાણીયા જાતે કોળી ઉવ.ર૦ ધંધો ખેતી રહે.શકિતપરા, માથક તા.હળવદ જી.મોરબી વાળાને ગે.કા.દેશી બનાવટની મઝલ લોડ બંદૂક કી.રૂ.૧૦૦૦/-ની સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરી મોરબી એસ.ઓ.જી.પોલીસ ઇન્સ. એસ.એન.સાટી તથા એ.એસ.આઇ.અનિલભાઇ ભટ્ટ તથા પો.હેડ કોન્સ.શંકરભાઇ ડોડીયા તથા જયપાલસિંહ ઝાલા તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરભાઇ મકવાણા તથા પ્રવિણસિંહ ઝાલાતથા મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ.નરેન્દ્રસિંહ જાડેજા તથા જયસુખભાઇ વસીયાણા તથા તથાધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા ભરતસિંહ ડાભી તથા વિજયભાઇ ખીમાણીયા તથા મહિલા પો.કોન્સ. પ્રિયંકાબેન પૈજા મદદમાં રહેલ હતા

Comments
Loading...
WhatsApp chat