મોરબી એસ.ઓ.જી.એ દેશી બનાવતી બંદુક સાથે એક ઝડપાયો

આજ રોજ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન અને મોરબી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેકટ એસ.એન.સાટીની સુચનાથી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હળવદ તાલુકાના ભલગામડા ગામે નવાપરા વિસ્તારમાંથી આરોપી મહાદેવભાઇ બાદરભાઇ દેત્રોજા (કોળી) ઉવ.૬૯ રહે.ભલગામડા તા.હળવદ જી.મોરબીવાળો દેશી બનાવટની મજલ લોડ બંદુક કી.રૂ.પ,૦૦૦/-ની સાથે રાખી લાયસન્સ રીન્યુ નહી કરાવી લઇ નિકળતા મળી આવતા પરવાના લાયસન્સની શરતોનો ભંગ કરતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પો.હેઙ.કોન્સ.કિશોરભાઇ મકવાણા તથા જયપાલસિંહ ઝાલા તથા ફારૂકભાઇ પટેલ તથા મયુરધ્વજસિંહ જાડેજાતથા પો.કોન્સ.એ.પી.જાડેજા તથા પ્રવિણસિંહ ઝાલા તથા જયસુખભાઇ વસીયાણી તથા ભરતસિંહ ડાભી તથા વિજયભાઇ ખીમાણીયાએ કરેલ છે.

Comments
Loading...
WhatsApp chat