મોરબી એસ.ઓ.જી.ટીમે હળવદ પોલીસ સ્ટેશનના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પડ્યો

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન અને મોરબી એસ.ઓ.જી.પો.સબ ઈન્સ. આર.ટી.વ્યાસ તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના મળતા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પો.હેઙ.કોન્સ.એ.પી.જાડેજાને ખાનગીરાહે મળેલ હકિકત આધારે હળવદ પોલીસ સ્ટેશન ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ઘનશ્યામ રણજીતભાઇ રંભાણી જાતે કોળી ઉવ.રપ રહે.અંજાર તા.ધ્રાગંધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)આઇ મુજબ આજ રોજ અટકાયત કરી હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ કામગીરી એસ.ઓ.જી.પો.સબ ઇન્સ. આર.ટી.વ્યાસની સુચનાથી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પો.હેઙ.કોન્સ.શંકરભાઇ ડોડીયાતથા કિશોરભાઇ મકવાણા તથા જયપાલસિંહ ઝાલા તથા ફારૂકભાઇ પટેલ તથા પો.કોન્સ.એ.પી.જાડેજા તથા પ્રવિણસિંહ ઝાલા તથા જયસુખભાઇ વસીયાણા તથા મયુરધ્વજસિંહ જાડેજાતથા ભરતસિંહ ડાભી તથા વિજયભાઇ ખીમાણીયા એ કરેલ છે.

Comments
Loading...
WhatsApp chat