Billboard ad 1150*250

મોરબી એસ.ઓ.જી.ટીમે કેનાલ ચોકડી નજીકથી દેશી બનાવટની રિવોલ્વર સાથે ૧ને ઝડપ્યો

0 956

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ સાહેબની સુચનાથી મોરબી એસ.ઓ.જી.પો.સબ ઈન્સ. આર.ટી.વ્યાસ તથા એસ.ઓ.જી.સ્ટાફ મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઉમિયા સર્કલથી આગળ જતા કેનાલ ચોકડી પાસે આવેલ, સુરજ પાન નજીકથી આરોપી રવિન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા ઉવ.૩૯ રહે.ઉમા રેસીડન્ટ,દુર્લભ પાર્ટી પ્લોટની બાજુમાં મોરબી વાળો ગે.કા. પાસ પરમીટ કે લાયસન્સ વગર એક દેશી બનાવટના રિવોલ્વર તથા જીવતા કાર્ટીસ નંગ-ર સાથે મળી આવતા મોરબી એસ.ઓ.જી ટીમે આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી.પો.સબ ઇન્સ. આર.ટી.વ્યાસ તથા એસ.ઓ.જી.સ્ટાફ પો.હેઙ.કોન્સ.શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા,ફારૂકભાઇ પટેલ,જયપાલસિંહ ઝાલા , પો.કોન્સ.એ.પી.જાડેજા,પ્રવિણસિંહ ઝાલા , જયસુખભાઇ વસીયાણી,મયુરધ્વજસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી તથા વિજયભાઇ ખીમાણીયા એ કરેલ છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat