મોરબી-માળિયામાંથી બે શખ્શો બંદુક સાથે ઝડપાયા
એસઓજીની ટીમે બે સ્થળે કરી સફળતાપૂર્વક કામગીરી


મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી મોરબી શહેર અને જીલ્લામાં પીએસઆઈ આર. ટી. વ્યાસની આગેવાની હેઠળ પ્રવીણસિંહ ઝાલા ,શકર ડોડીયા,મયુરસિંહ જાડેજા ,કિશોર મકવાણા, અંબાપ્રતાપસિંહ જાડેજા ,જયપાલસિંહ ઝાલા, ફારુક પટેલ, ભરતસિંહ ડાભી અને વિજય ખીમાણીયા સહિતની ટીમ આજે પેટ્રોલિંગમાં હોય જે દરમીયાન મોરબી શહેર વિસ્તારમાં વાવડી રોડ પરના કે.જી. એન. એપાર્ટમેન્ટ નજીક હસનભાઈ અભરામભાઈ સુમરા (ઉ.વ. ૫૨) રહે. હાલ વાવડી રોડ મૂળ સરવડ તા. માળિયા વાળાને બાર બોર વાળી બંદુક કીમત રૂ. ૧૫,૦૦૦ સાથે રાખી મળી આવ્યો હતો જઇને લાયસન્સ રીન્યુ નહિ કરાવીને પરવાના લાયસન્સ શરતોનો ભંગ કરતા આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી છે જયારે માળિયાના દેરાળા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કેશુભાઈ ભગવાનજી મકવાણા (ઉ.વ.૩૫) વાળાને દેશી બનાવટની મઝલ લોડ બંદુક કીમત રૂ. ૧૦,૦૦૦ રાખી મળી આવતા આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.