



મોરબીની પટેલનગર સોસાયટી અને ન્યુ આલાપ સોસાયટીના રહીશોએ કલેકટરને આવેદનમાં જણાવ્યું છે કે વજેપર વાડીમાં આવેલ આલાપ સોસાયટી ની બાજુમાં ખોડીયારપાર્ક સોસાયટી, પટેલ નગર સોસાયટી તથા ન્યુ આલાપ સોસાયટીનો રસ્તો આગળના ભાગમાં આવેલ ખોડીયાર પાર્ક સોસાયટીમાંથી એપ્રોચ છે. આ રોડ ઘણા સમયથી ચાલુ છે પરંતુ હાલમાં જ ખોડીયાર પાર્ક સોસાયટી એપ્રોચ રોડ પર દિવાલનું કામ કરીને રસ્તો બંધ કરવાની કોશિશ આ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી છે. જેથી ન્યુ આલાપ અને પટેલનગર લોકોને આ રસ્તા પરથી ચાલવાની ના પાડે છે જેથી આ પ્રશ્નનો સ્થળ તપાસ કરી યોગ્ય નિરાકરણ લાવવા તેમજ આ રોડ ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે.

