Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં સોસાયટીમાં હલણ મામલે લત્તાવાસીઓમાં વિવાદ

મોરબીના રવાપર રોડ પર આવેલ ખોડીયારનગરની નજીક પટેલનગર અને ન્યુ આલાપ સોસાયટીઓ આવેલી છે. આ બંને સોસાયટીમાં જવાનો માર્ગ ખોડીયારનગર માંથી પસાર થાય છે. જેમાં પટેલનગર જવા માટે અન્ય રસ્તો પણ છે જયારે ન્યુ આલાપના લોકો માટે આ એકમાત્ર માર્ગ હોય જે રસ્તો આજે બંધ કરવાની હિલચાલ ખોડીયારનગર વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી હોવાના આક્ષેપો અન્ય બંને સોસાયટી દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી રસ્તો બંધ કરવા દીવાલ ચણવામાં આવે તે પૂર્વે જ ન્યુ આલાપના રહેવાસીઓ સહિતના ટોળા સ્થળ પર એકત્ર થયા હતા જેને હલણનો રસ્તો બંધ કરવાનો વિરોધ નોંધાવ્યો હતો અને કલાક કરતા વધુ સમય સુધી સામસામે બોલાચાલી કર્યા બાદ આખરે રાત્રીના મીટીંગ કરીને વાતચીતથી રસ્તો કાઢવાનો ઉપાય આગેવાનોએ શોધતા મામલો થાળે પડ્યો હતો

Comments
Loading...
WhatsApp chat