” સોનું” ! સોશ્યલ મીડિયામાં મોરબી પાલિકા પર કેવો થાય છે કટાક્ષ ?

"સોનું તને મારા પર ભરોસો નઈ કે" થીમ પર કાવ્ય રચના

#સોનું તને #મોરબી નગર પાલિકા પર ભરોસો #નઇ કે !
સોનું તને મોરબી #નગરપાલિકા પર ભરોસો નઇ કે !

સોનું નો #એરીયા છે માધાપર ચોક
એમા રોડ વચ્ચે ગટરના ઢાંકણા
ઢાંકણા નો આકાર કેવો.. ગોળ ગોળ…
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને મોરબી નગર પાલિકા પર ભરોસો નઇ કે !

સોનું નો એરીયા છે ગાંધી ચોક
ટ્રાફિક વ્યવસ્થા ના નામે ઠાઠડી
ઠાઠડીમાં બામ્બુ કેવો.. ગોળ ગોળ…
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને મોરબી પાલિકા પર ભરોસો નઇ કે !

સોનું નો એરીયા છે જૂનાબસ સ્ટેશનો રોડ વિસ્તાર
રોડ વચ્ચે મોટા મોટા ખાડા
ખાડા નો આકાર કેવો.. ગોળ ગોળ…
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને મોરબી નગર પાલિકા પર ભરોસો નઇ કે !

સોનું નો એરીયા છે લાતી પ્લોટ રોડ
થોડા વરસાદમાંયે ઘોડાપૂર
વમળ નો આકાર કેવો.. ગોળ ગોળ…
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને મોરબી નગર પાલિકા પર ભરોસો નઇ કે !

સોનું નો એરીયા સો ઓરડી
ત્યાં કચરાના ઢગલે ઢગલા
ડસ્ટબીન નો આકાર કેવો.. ગોળ ગોળ…
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને મોરબીનગર પાલિકા પર ભરોસો નઇ કે !

સોનું નો એરીયા છે રવાપર રોડ
રવાપર રોડ ના રોડ પર પશુ ઢોર ચાલે….
ટ્રાફિક માટે તો ખાડા..
ખાડા નો આકાર કેવો.. ગોળ ગોળ…

સોનું તને મોરબીનગર પાલિકા પર ભરોસો નઇ કે !

સોનું નો એરીયા છે વિસીપરા
મોરબી નગર પાલિકાએ કર્યા બુરા હાલ
બસ ના પૈડાં નો આકાર કેવો. !.. ગોળ ગોળ…
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને મોરબીનગર પાલિકા પર ભરોસો નઇ કે !

સોનુ નો એરિયા છે સોની બજાર,
સોનિ બજાર છે કે ગૌશાળા
ગૌશાળા મા “પોદરા “કેવા ગોળ-ગોળ,
સોનુ……તુ લાગતા વળતા નિ પોલ ખોલ,

સોનું તને મોરબીનગર પાલિકા પર ભરોસો નઇ કે !

મોરબી નગર પાલિકા ના જવાબ કેવાં ! .. ગોળ ગોળ..
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને મોરબી નગર પાલિકા પર ભરોસો નઇ કે !

તમારો એરીયા રહી ગયો….?
પ્રોબ્લેમ તો મેન્શન થઈ ગયો..!

Comments
Loading...
WhatsApp chat