યુરોપમાં માર્કેટમાં મોરબીના સિરામિક ઉધોગકારોએ માનભેર સ્થાન મેળવ્યું

વાઇબ્રન્ટ સિરામિકસ 2017 અંતર્ગત પોલેન્ડ ખાતે આગામી માસમાં સેન્ટ્રલ યૂરોપ રોડ શો યોજાશે.જેના આયોજન માટે નવેમ્બરમાં ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ સિરામિકસ એક્ઝીબીશનમા વધુ ને વધુ યુરોપીયન સિરામિકસ વેપારીઓ આવે તે માટે વાઇબ્રન્ટ સિરામિકસ ના સીઇઓ સંદિપ પટેલ અને વિશાલ આચાર્ય ની પોલીસ ચેમ્બર ઓફ કોમર્સ ના એમ્બેસેડર જેરઝી ડ્રોડ અને ડાયરેક્ટર મારિયા સાથે ની મંત્રણા સફળ રહી હતી.

યુરોપ માર્કેટમા પ્રવેશવા ના હેતુ થી પોલેન્ડમા ઇન્ડિયન સિરામિક  માર્કેટ ઉભુ કરવાનો પ્રયત્ન મોરબી સિરામિક એસોસયેશન કરી રહ્યું છે. જેના માટે પોલેન્ડ ખાતેના ભારતીય રાજદૂત અજય બિસરિયાએ સિરામિક માર્કેટ યુરોપમાં વધુ વિકાસ પામે તે માટે સહાયની ખાતરી સંદિપ પટેલ ને આપી છે.

યુરોપ માર્કેટમા સ્થાન મેળવવા માટે બીજી સૌથી અગત્યની જરૂરિયાત યુરોપીયન સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાની છે. તે માટે વાઇબ્રન્ટ સિરામિકસ ટીમ યુરોપ ની માન્ય સંસ્થા  ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિરામિકસ એન્ડ બિલ્ડીંગ મેટરિયાલસ ને રાજી કરવા મા સફળતા મળી છે. આ સંસ્થા અને મોરબી સિરામિક એસોસિયેશનના કરાર 7 સપ્ટેમ્બર  ના રોજ પોલેન્ડ યોજાનાર રોડ શો પોલેન્ડ મીનીસ્ટ્રી અને ઈન્ડિયન એમ્બેસેડર ની હાજરીમાં કરવા મા આવશે.

 

Comments
Loading...
WhatsApp chat