



મોરબીના જુના ઘુટું રોડ પર આવેલ સનવર્લ્ડ સિરામીક નામના કારખાનાના વડામાં ગઇકાલે બાળકો રમી રહ્યા હતા. ત્યારે એક પછી એક બાળકો વંડાની વંડી ઠેકવા જતા તેમાં મોરબીના ઉમાટાઉન શીપ, ગંજીવાળામાં રહેતા અરવિંદભાઇ હળવદીયા-દેવીપૂજકનો ૧૨ વર્ષનો પુત્ર સાગર વંડી ઠેકવા જતાં વંડી ઠેકી શકયો નહોતો અનેતે નીચે જમીન પર પટકાતા તેને માથાના ભાગે બ્રેઇન હેમરેજની ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું.પોલીસે નોધ કરી વધુ તપાસ ચલાવી છે.

