Billboard ad 1150*250 Billboard ad 1150*250

સિરામિક ઝોનમાં રસ્તા રીપેરીંગ માટે તંત્રએ ગંભીરતા દાખવી

મોરબી આજે સિરામીક ઉધોગમા ફક્ત ભારત નહી પરંતુ વિશ્વ આખા મા પ્રસિધ્ધ છે ત્યારે આવતા નવેમ્બર મહીનામા વાયબરન્ટ સિરામીક અકસપો -સમીટ ગાંધીનગર ખાતે યોજવાની છે અને આ એકસીબીસન મા  વિશ્વભરમાંથી ઉધોગપતિઓ  આ એકસીબીસન ની મુલાકાત લેવાના છે અને બધાજ ગ્રાહકો મોરબી પણ વિજીટ કરવા આવતા હોય છે ત્યારે મોરબીના રોડ અને રસ્તા જોઇ ને સતત ચિંતા સતાવે છે કે દુનિયાના ૫૦ દેશો મોરબી, ગુજરાત અને ભારત ની કેવી છબી લઇ ને તેના દેશ મા કે રાજ્ય મા જશે .
મોરબીના સિરામીક ઉધોગ નો નવો વિકાસ પામતો પીપળી રોડ તેમજ મહેન્દ્રનગર -ઉચી માંડલ -હળવદ રોડ ના હાલત જોઇ અને આ એકસીબીસન સિરામીક ઉધોગ દ્વારા મા થનાર આશરે ૧૦૦ કરોડ થી વધુ ખર્ચ પછી પણ પાણી ફરી જશે તે માટે મોરબી સિરામિક એસો.એ રજૂઆત આગાઉ રજૂઆત કરી હતી .

મોરબી સિરામિક એસોસીએશનની રજુઆતને ધ્યાનમાં લઈને મોરબી જીલ્લા કલેકટર આઈ.કે પટેલએ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને લેખિતમાં રજૂઆત કરી છે કે મોરબી જીલ્લાના સિરામિક એસો. દ્વારા આગામી નવેમ્બરમા ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો સમીટ યોજવામાં આવશે,.જે સમીટમા વિશ્વભરના ગ્રાહકોમોટી સંખ્યામાં ભાગ લેનાર છે.મોરબી સિરામિક એસો.ની રજૂઆત મુજબ આ ગ્રાહકો એક્ષ્પોની વિઝીટ બાદ જે-તે ફેક્ટરીની વિઝીટ માટે મોરબી પણ આવનાર છે.હાલ મોરબી સિરામિક ઉધોગને લગત પીપળી અને મહેન્દ્રનગર –હળવદ રોડની હાલત ખુબ ખરાબ છે.આ અંગે વારંવાર સ્થાનિક કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવેલ છે તેમ છતા આ અંગે કોઈ સંતોષકરાક પ્રગતી થયેલ નથી તેથી નવેમ્બર માસ આગાઉ આ રસ્તાઓ તાકીદે યોગ્ય સ્થિતિમાં કરવામાં કલેકટર દ્વારા માંગણી કરવામાં આવી છે.

રજુઆતમાં અંતે જણાવ્યું હતું કે મોરબીની મુલાકાત લેતા સિરામિક ઉધોગકારોને ગુજરાત/મોરબી માટે કોઈ ખોટી છાપ ઉભી ન થાય તે માટે જે-તે રસ્તાઓ સિરામિક ઇન્ડસ્ટ્રીઝને લગતા છે તે તમામ રસ્તાઓ આગામી બે-ત્રણ માસમાં રી-સરફેસ થાય અથવા મેજર રીપેરીંગ થાય તે માટે સંબંધિત અધિકારીઓને આપની કક્ષાએથી સુચના આપવા વિનતી છે.

Comments
Loading...
WhatsApp chat