વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પોના પ્રમોશન માટે નેપાળમાં સેમીનાર યોજાયો

મોરબી સિરામિક એસોસિએશનનાં માર્ગદર્શન હેઠળ વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પોના મિત શાહ અને તેમની ટીમ નેપાળ પહોચી હતી.નેપાળ ખાતે નેપાળ ચેમ્બર ઓફ કોમર્સ સાથે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પોનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વાઈબ્રન્ટ સિરામિક અંગે ઈમ્પોર્ટરો અને ટ્રેડરોને માહિતી આપવામાં આવી હતી.આ સેમિનારમાં નેપાળનું ૧૦૦ લોકોનું ડેલીગેશન વાઇબ્રન્ટ સિરામિક એક્ષ્પોમાં જોડાશે તેવી ખાતરી મળી છે અને નેપાળમાં અગ્રણી વેપારી, બિલ્ડર અને ટ્રેડર્સ ઉપસ્થિત રહેશે. મોરબી સિરામિક ઉદ્યોગને વૈશ્વિક બજારમાં લઈ જવા માટેનાં પ્રયત્નો છે.

સિરામિક એસો. પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૧૭માં યોજાનારો વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પો સમિટને સફળ બનાવવા માટે સિરામિક ઉદ્યોગ અને પ્રતિનિધિઓની ટીમ કાર્યરત છે. જે વિદેશોમાં જઈને વિવિધ દેશનાં બાયરોને આમંત્રણ આપી રહી છે. જેમાં નેપાળમાં યોજાયેલો સેમિનાર સફળ રહ્યો છે.

 

નીલેશ ફાઈલ ફોટો

 

 

 

Comments
Loading...
WhatsApp chat