



મોરબી સિરામિક એસો. ની જીએસટીની અમલવારી માટે ગઈકાલના રોજ જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ હાજરીથી ૭૦૦ મેમ્બરો હાજર રહયા હતાં. જગ્યા નાની પડવાથી ૧૦૦ મેમ્બરોએ અઢી કલાક ઉભા રહીને મીટીંગમાં ભાગ લીધો હતો. આ હાજરી એસો.ના મેમ્મબરોની જીએસટી ને સ્વીકારવાની મક્કમ નિધાઁરનું પ્રતિક છે. જે મામલે મોરબી સિરામિક એસોસીએશન પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું છે કે મોરબીના સિરામીક ઉધોગ મા ગઈ કાલથી સોનાનો સુરજ ઉગ્યો છે .ગઇ કાલે મીટીંગ મા અમારા ઉધોગકારો ને બેસવાની જગ્યા ઓછી પડી તો પણ સતત અઢી કલાક ઉભા રહીને તેમને સાબિત કરી દીધું કે મોરબી ના ઉધોગકારો દેશ ના વિકાસ માટે કટીબધ્ધ છે ત્યારે મોરબી ના સિરામીક ઉધોગ દ્વારા જે સામુહીક નિર્ણય લેવામા આવ્યો કે એક સેમ્પલ બોક્સ પણ જીએસટી ના નિયમ મુજબ બીલ વગર નું નહી નિકળે અને જો કોઇ આવી ભુલ કરશે તેને પાંચ લાખ થી દસ લાખ નો દંડ દેવામાં આવશે અને માહિતી આપનાર ને ઇનામ આપવામા આવશે અને તેની વિગતો ગૃપ્ત રાખવામા આવશે તો આ ઐતહાસીક નિર્ણય ને બધાજ મેમ્બરો એ વધાવેલ અને આજથી જ તેની શરૂઆત કરી દીધેલ છે તો આ ઐતહાસીક નિર્ણય મા સાથ આપનાર તમામ મેમ્બરો ના અમે આભારી છીયે …
મોરબીના યુવા ઉધોગકારો રાષ્ટ્ર ના વિકાસ માટે કટીબધ્ધ છે અને ખરેખર મોરબી ના યુવા પેઢી પ્રગતિ ના પંથો સર કરી અને વિશ્વ મા પોતાની આગવી જે ઓળખ ઉભી કરેલ છે તેમાં એક નવી દિશા સાથે પોતે અસ્મિતા અને ખુમારીથી જીવવા અને ટેક્સ થકી રાષ્ટ્ર ના વિકાસ મા સહભાગી થવા ન્યુ મોરબીના વિઝન સાથે આગળ આવવા માટે પ્રયત્ન કરેલ છે તે માટે હું દરેક ઉધોગકારો નો નીલેશભાઈ જેતાપરીયાએ આભાર માન્યો છે.


