Billboard ad 1150*250

મોરબીનું ખ્યાતનામ લેક્ષસ ગ્રુપ શેર બજારમાં લીસ્ટેટ થશે

ગુરુવારે ઇન્વેસ્ટર મીટ યોજાશે.

0 916
Post ad 1

તાજેતરમાં  રાઈસિંગ સ્ટાર એટ પાવર બ્રાંડનો ગ્લોબલ એવોર્ડ લંડન ખાતે મેળવનાર લેક્ષસ સિરામિક ગ્રુપ મોરબી દ્વારા આઈપીઓ લાવવામાં આવી રહ્યો છે. આગામી 10 જુલાઈ થી 15 જુલાઈ દરમિયાન લેક્ષસ ગ્રુપના આવી રહેલા આઇપીઓ માટે કંપની દ્વારા મોરબીમાં ઈન્વેસ્ટર મીટનું તા. ૨૯ જુન ગુરુવારનાં રોજ સાંજે ૭ વાગ્યે સ્કાય મોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડ દ્વારા આઈપીઓ ઈન્વેસ્ટર મીટમાં કંપનીનાં આઈપીઓ જાહેર કરવામાં આવશે.

Post ad 2

લેક્ષસ સિરામિક ગ્રુપ સિરામિક પ્રોડક્ટનાં મેન્યુફેક્ચરીંગ, ટ્રેડીંગ અને માર્કેટિંગમાં વિશ્વ વિખ્યાત અને પ્રતિષ્ઠત સ્થાન ધરાવે છે. આ ઉપરાંત વિશ્વના મોટા ભાગના દેશોમાં લેક્ષસ સિરામિક પ્રોડક્ટનું એક્ષપોર્ટ કરવામાં આવે છે. ત્યારે લેક્ષસ સિરામિક ગ્રુપ દ્વારા બહાર પાડવામાં આવતા આઈપીઓમાં ઈન્વેસ્ટર રસ દાખવી મોરબીનાં સિરામિક માર્કેટમાં રોકાણ કરશે એ નક્કી છે. લેક્ષસ સિરામિક ગ્રુપની કોર મેનેજમેન્ટ ટીમનાં સભ્ય બાબુલાલ દેત્રોજા, અનિલકુમાર દેત્રોજા, હિતેશભાઈ દેત્રોજા અને નીલેશભાઈ દેત્રોજાએ આઈપીઓ ઈન્વેસ્ટર મીટ અત્યંત સફળ જશે અને રોકાણકારો મોરબીમાં ઈનવેસ્ટમેન્ટ કરશે તેવી આશા પ્રગટ કરી છે. અત્રે નોંધનીય છે કે મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ હાલ ભારતનું 90 ટકા ઉત્પાદન કરે છે તેમજ વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. સીરામીક સેક્ટરમાં અનેક ઉજળી તકો છે. ત્યારે 10 વર્ષ પેહલા મોરબીની એક સીરામીક કંપની બાદ પ્રથમ વખત મોરબીના અગ્રણી સીરામીક ગ્રુપ લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડ દ્વારા શેરબજારમાં લિસ્ટિંગ થઇ રહી છે. જે મોરબીના સીરામીક ઉદ્યોગ માટે ગૌરવની વાત છે. ત્યારે લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડના યુવા ડાયરેક્ટર હિતેષભાઇ દેત્રોજા મોરબી ન્યુઝ સાથેની ખાસ વાત ચીતમાં જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં વિકાસની ઉજળી તકો છે. મોરબીનો સીરામીક ઉદ્યોગ વિશ્વમાં તેની ગુણવતા અને સર્વિસ માટે આગવી ઓળખ ધરાવે છે. હજુ મોરબી માટે સીરામીક ક્ષેત્રે અકલ્પ્ય તકો આવનારી છે. આ સમયે અમારી કંપની દ્વારા આઇપીઓ લાવી રહ્યા છે. આ આઇપીઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ પ્લાટફોર્મ પર આગામી 10 જુલાઈથી 15 જુલાઈ સુધી ખુલશે. હાલ કંપનીના 23 ટકા જેટલા જ શેરનું વેચાણ કરવામાં આવશે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat