



એન્ટી ડમ્પિંગ ડીપાર્ટમેન્ટના હુકમ સામે મોરબી સિરામિક એસોસીએશનએ ગુજરાત હાઈકોર્ટમાં બે રેપ્તીકેશન ફાઈલ કરી હતી.જેમાં એન્ટી ડમ્પિંગના હુકમ કાયદા વિરુદ્ધ અને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધનો છે તે વાત હાઈકોર્ટએ માન્ય રાખી હતી અને તેના અનુસંધાને હાઈકોર્ટએ ત્રીજી મુદતમાં ૧૫ દિવસમાં વચગાળાનો મનાય હુકમ આપેલ છે.મોરબી ન્યુઝએ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ કે.જી.કુંડારિયા સાથેની ટેલીફોનીક વાત-ચિત દરમિયાન જણાવ્યું હતું કે ચાઈનાની કંપનીઓનો માલ ડમ્પિંગ ડ્યુટી વગર દાખલ થશે તો તે લોકોને હાઈકોર્ટનું જજમેન્ટ એમની વિરુદ્ધ આવશે તો ૧ ચો.મી. એ ૧.૮૭ ડોલર ડ્યુટી વધારાની ભરવી પડશે.આ ડ્યુટી ઈમ્પોર્ટરને બહુ મોટી રકમ થાય તેથી કોઈ ઈમ્પોર્ટર ચાઈનાનો માલ ઈમ્પોર્ટ કરવાની હિમત કરી શકશે નહિ.જેથી મોરબી સિરામિક ઉધોગને બહુ મોટો ફાયદો થશે.

