જીએસટીના નિરાકરણ માટે સીરામીક એસોસિએશનની મિટિંગ યોજાઈ

આજે મોરબી સીરેમીકસ એસો. ની  જીએસટીની અમલવારી માટે જનરલ મીટીંગનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ હાજરીથી ૭૦૦ મેમ્બરો હાજર રહયા હતાં. જગ્યા નાની પડવાથી ૧૦૦ મેમ્બરોએ અઢી કલાક ઉભા રહીને મીટીંગમાં ભાગ લીધો હતો. આ હાજરી એસો.ના મેમ્મબરોની જીએસટી ને સ્વીકારવાની મક્કમ નિધાઁરનું પ્રતિક છે. દરેક મેમ્બર જીએસટીને ટેક્સ અને આર્થિક રીફોમઁ તરીકે સહર્ષ સ્વીકારે છે. અલગ વક્તાઓ મનનીય વક્તવ્ય આપીને જીએસટી વિશદ છણાવટ કરી હતી. આ મીટીંગમા પ્રમખશ્રીઓ કે. જી. કુંડારીયા, નિલેસ જેતપરીયા , પ્રફુલભાઈ દેત્રોજા હાજરી માહિતી આપીને મેમ્બરોને તેમની શંકાનું સમાધાન કરીયુ હતું. આ ઉપરાંત હીંમતનગરથી મણીભાઈ પ્રમુખ  સાથે ૨૦ ઉદ્યોગપતિ ઓ હાજર રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat