

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા GST ધટાડવા મુદે આગાઉ નાણા પ્રધાન અરુણ જેટલી,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરવામાં આવી હતી.GST ધટાડવા મુદે કોઈ નિવેડો ન આવતા મોરબી સિરામિક એસો. દ્વારા કેન્દ્રીય નાણા વિભાગના રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવારને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે 12 થી ૧૮ સ્લેબ ટેક્સ રાખવામાં અને GST માં ફેરબદલ કરવા અને માંગણી કરવામાં આવી હતી.તેમજ કે.જી.કુંડારીયાએ વધુમાં સંતોષકુમાર ગંગવારને જણાવ્યું કે ૨૫ ટકા સ્લેબ રાખતા વેપારીને સમસ્યા અને મોધવારી સાથે શોષણ સામનો કરવો પડશે તે મુદે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.મોરબી સિરામિક ઉધોગની રજૂઆત સાંભળી વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરવમાં આવી હતી.