પ્રદુષિત પાણી બહાર નિકાલ કરનાર મોડસેરા સીરામીક ફેક્ટરીને આપી કારણ દર્શક નોટિસ

પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ના પાટીલ સાહેબે વિઝીટ કરતા આ પ્રદુષિત પાણી સોસાયટીના નજીક માં આવેલ મોડ સેરા પ્રાઇવેટ લિમિટેડ નામની ફેકટરી માંથી આવતું હોવાનું સાબિત થયું હતું. ફેકટ્રીમાં આવેલ કોલગેસ પ્લાન્ટ નો કડાદો ટેન્કર માં ભરી ફેકટરી ના મજૂરો માટે બનાવેલ ઓરડીઓ બાજુમાં આ ટેન્કર રાખી ત્યાં ખાલી કરી દેવામાં આવતું હતું. પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી એ મારુતિ પ્લોટ સોસાયટી માંથી, જ્યાં પ્રદુષિત પાણી ઠાલવામાં આવતું હતું ત્યાંથી અને જે ફેકટરી દ્વારા આ પ્રદુષિત પાણી બહાર છોડવામાં આવતું હતું ત્યાંથી દૂષિત પાણીના નમૂના લીધા હતા. અધિકારીઓ એ ફેકટરી ની મુલાકાત લેતા કોલગેસ પ્લાટ ના પ્રદુષિત પાણી બાળવા માટેનું મશીન બંધ હાલતમાં જોવા મળ્યું હતું. અધિકારીએ તે અંગે પૂછતાં તુરંત તે મશીન ચાલુ કરી દીધું હતું. પ્રદુષિત પાણી બહાર છોડવા, દૂષિત પાણી બાળવાનું મશીન બંધ રાખવા અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં કરવા બદલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ફેકટરીના ડાયરેકટર રમેશભાઈ પ્રજાપતિ ને રૂબરૂ કારણ દર્શક નોટિસ પાઠવી હતી.

Comments
Loading...
WhatsApp chat