સીનીયર સીટીઝન કાઉન્સિલની જનરલ મીટીંગ યોજાઈ

પડતર પ્રશ્નો અંગે જીલ્લા કલેકટરને આવેદન પાઠવશે.

સીનીયર સીટીઝન કાઉન્સીલ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અંગે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેટ કાઉન્સિલ ઓફ ઓલ્ડર પર્સનની રચના કરવી જેના કમિટી સભ્યો રાજ્યના વયસ્કોના પ્રશ્નો રાજ્ય સરકારના લક્ષ્ય પર લાવશે. કમિટીની રચનામાં વયસ્કોની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા પાંચ સભ્યોનો સમાવેશ કરવો. રાજ્ય પરિવહનની બસોમાં ૬૦ થી વધુ ઉમરના લોકોને ૫૦ ટકા બસ ભાડામાં રાહત આપવી તેમજ ૮૦ વર્ષથી ઉપરના વયસ્કોને તથા અપંગ વૃધ્ધોને નિશુલ્ક પ્રવાસ છૂટ આપવી, રાજ્યમાં આવેલા જાહેર દવાખાનામાં, હોસ્પિટલોમાં વૃધ્ધો માટે નિશુલ્ક ચકાસણી, સારવાર માટે સગવડો રાખવી, ૬૦ થી વધુ ઉમરના વયસ્કો માટે ઓળખકાર્ડ આપવા જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા વાપરવી, વયસ્ક નાગરિકોની સલામતી સુરક્ષા અને મિલકતના રક્ષણ માટે સ્પેશ્યલ કાયદો બનાવી સમગ્ર રાજ્યમાં તેનો અમલ થાય તેવી જોગવાઈ કરવી. રાજ્યની તમામ પ્રકારની કોર્ટમાં વૃધ્ધોના કેસોનો જલ્દી નિકાલ થાય, ૧ ઓક્ટોબરથી વિશ્વ વયસ્ક દિન તરીકે માન્યતા આપી તેને અનૂરૂપ ઉજવણી રાજ્યમાં થાય વગેરે પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને આ તમામ માંગો અંગે જીલ્લા કલેકટરને આવેદન આપીને પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરવામાં આવશે તેમ સીનીયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ પ્રવીણભાઈ મહેતાએ જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat