


આજે ૫ જુન એટલે વિશ્વપર્યાવરણ દિન અને વિશ્વ આખુ તેની ઉજવણી કરતું રહે છે ત્યારે આપણા ભારત મા તો હજારો વર્ષોથી “વસુધૈવ કુટુંમ્બકમ” આ વિશ્વ એક કુટુંબ ની ભાવના સાથે પર્યાવરણ ના જતન માટે રૂષીપરંપરા રહેલી છે . પરમ પૂજય પાંડુરંગ શાસ્ત્રી એટલે કે પુજય દાદાએ છોડ મા રણછોડ ના વિચારોથી લાખો લોકો ના જીવનમાં એક ભાવ સાથે જોડી અને ભારતભરમા વૃક્ષમંદીર બનાવી અને સ્વાધ્યાય પરીવારના લોકો ને પ્રેરણા આપી અને લાખો સ્વાધ્યાય પરીવાર તેમાં પૂજારી તરીકે છોડમાં રણછોડ ના દર્શન કરવા જતા થયા .
આપણા શાસ્ત્ર માં નદી ને પણ માઁ ની ઉપમા આપેલ છે અને તેમની પુજા પણ હજારો વર્ષો થી કરતા રહેલા છીયે જેમાં ગંગા ,જમના, નર્મદા વગેરે અસંખ્ય નદીમાં સ્નાન નું પણ અદકેરૂ અને પવિત્ર મહત્વ રહેલું છે અને પૃથ્વી ને માઁ ધરતી નું બિરુદ આપી આપણે તેમની પણ પુજા કરતા રહેલા છીયે અને આવા સંસ્કારી વિચારોના આપણે વારસદાર છીયે ત્યારે અત્યારના વર્તમાન સમયમાં માનવી પોતાની સ્વાર્થવૃત્તિ ના કારણે વૃક્ષો નું ખંડન અને નદીનાળા મા રોજીંદો કચરો અને ઔધોગીક કચરા દ્વારા આપણા વૈદિક વારસાને ભુલી અને પોતાના સ્વાર્થ માટે વિશ્વ ને અધપતન તરફ લઈ જઇ રહ્યો છે ત્યારે આ બાબત મા સરકાર કે બીજા લોકો કશુ કરશે તેવા ભાવ ને બદલે આ ધરતી માનો હું સંતાન છું હું તેને કઇ રીતે ખરાબ કરી શકુ તેમજ નિર્મલ અને પવિત્ર નદીયો કે જેને પણ આપણે માઁ તરીકે પુજીયે છીયે તેને હું ઔઘોગીક કચરો નાંખી ને ખરાબ કઇ રીતે કરી શકુ અને વૃક્ષો કે જેમાં આપણે રણછોડ તરીકે પુજા કરીયે છીયે અને જન્મ થી લઇ અને અંતિમ મુકામ સુધી જેના વગર આપણું જીવન અસંભવ છે તેનો નાશ કઇ રીતે કરી શકીયે ત્યારે સમય છે આજના દિવસે સંકલ્પ લેવાનો કે આવું પાપ હું કરીશ તો નહી જ પરંતુ કોઇ ને કરવા પણ નહી દેવું તોજ આપણે આપણી આવકાર પેઢી ને વારસામાં જળ , જમીન , અને વૃક્ષો ત્રણેય ના જતન થકી જ પર્યાવરણ ને જાળવી શકીશુ નહીતર છતા પૈસે ઓકસીજન ના બાટલા વગર બહાર પણ નહી નીકળી શકીયે અને વિશ્વ પતન થી બચવા જો આપણે મા ધરતી , પવિત્ર નદીયો , અને છોડ ના રણછોડ ને જો જતન નહી કરીયે તો કોઇ પણ આપણને પતન થી બચાવી શકે નહી તો આવો સંકલ્પ લઇયે કે મારા થકી એવું કોઇ કૃત્ય થશે નહી અને કરવા પણ નહી દઉ અને વધુ મા વધુ વૃક્ષો વાવી આપણી આવનાર પેઢી ને એક ભવ્ય વિશ્વ આપી અને ધન્ય થઇયે..

