

મોરબી સર્વોપરી સ્કૂલ દવારા બાળકોને સત્ર પૂરું થયું ત્યારે 5 જેટલા બાળકોને લિવિંગ સર્ટિફિકેટ આપી દેવા માં આવ્યા હતા અને બાળકોને RTE ના કાયદા મુજબ ફરી પ્રવેશ આપવાની મનાઇ ફરમવામાં આવી હતી .જે મુદ્દે બાળકોના વાલીઓ જિલ્લા પંચાયત ખાતે છેલ્લા ઘણા સમયથી ધરણા પર બેઠા હતા અને હાઇકોર્ટમાં કેસ ચાલવામાં આવ્યા હતા.આજ રોજ તે કેસનો ચુકાદો આવ્યો છે તથા મોરબો DDO દવારા વાલીઓને પારણા કરવામાં આવ્યા હતા.તેમજ હાઇકોર્ટ દવારા જણાવ્યું હતું કે સ્કૂલ દવારા ખાલી ખોટો રદિયો ચલાવ્યો હતો તેથી શાળાના બાળકોને પરત શાળામાં લેવામાં આવ્યા છે.