



મોરબી નગરપાલિકાની પાણીના નિકાલની જગ્યા પર થઇ રહેલ બિન અધિકૃત બંધકામ અટકાવવા તેમજ પ્રવિત્ર શ્રાવણ માસના મહિનામાં હિંદુ ધર્મના ધાર્મિક તહેવારો જેવા કે જન્માષ્ટમી,રક્ષાબંધન અને બહેનોના વ્રત આવતા હોય છે તે મોટા ભાગે હિંદુ ના તહેવારો આ માસ દરમિયાન આવતા હોવાથીં અર વર્ષની જેમ આ મહિનામાં ખાટકી વાસ,જુના બસ સ્ટેન્ડ પાસે અને શક્તિ ચોકમાં ખુલ્લામાં માસ-મટન વેચવામાં આવે છે તે બંધ રખાવવા જેથી કરીને હિંદુ લોકોની લાગણી દુભાય નહિ.આ બંને બાબતે મોરબી શિવ સેના પ્રમુખ દિગુભા ઝાલા,શહેર પ્રમુખ કમલેશ બોરીચા અને તાલુકા પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલા સહિતના કાર્યકર્તાઓ સાથે મળીને મોરબી જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

