મોરબીની શિશુમંદિર શાળામાં વૈદિક પરંપરાની જાણવણી

મોરબીમાં વિદ્યાભારતી સંચાલિત સરસ્વતી શિશુમંદિર શાળામાં બાળકોને અભ્યાસની સાથે વૈદ, પ્રાચીન પરંપરાનું જ્ઞાન આપીને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. શાળાના બાળકોના જન્મદિવસની ઉજવણી હોમ હવન કરીને વૈદિક પરંપરાને જીવંત રાખવાનો પ્રયોગ અપનાવવામાં આવ્યો છે જેથી બાળપણથી જ બાળકોમાં વૈદિક પરંપરા, સંસ્કૃતિના જતનની શીખ આપી સકાય. હાલની નવી પેઢી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ પાછળ દોટ મૂકી રહી છે ત્યારે આ શાળામાં બાળકોને દર મહિનાના છેલ્લા શનિવારે જેટલા બાળકોના જન્મદિવસ આવે તે બાળકોના જન્મદિવસની ઉજવણી સામુહિક હવન કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી બાળકોમાં સારા જીવનમૂલ્યો અને સંસ્કારોનું ઘડતર થાય.

Comments
Loading...
WhatsApp chat