શાપર નજીકની કેનાલમાં ડૂબી જતા વધુ એક તરુણનું મોત

સતત બીજા દિવસે કેનાલે એક તરુણનો ભોગ લીધો

શાપર ગામમાં આજે સવારે એક તરુણ ડૂબ્યો હતો. ગામમાં રહીને મજુરી કરતો ૧૬ વર્ષનો તરુણ અકસ્માતે કેનાલમાં પડી જતા ગામના યુવરાજસિંહ જાડેજા સહિતના ગ્રામજનોએ તરુણને બચાવવા માટે રેક્સ્યું ઓપરેશન ચલાવ્યું હતું અને ફાયરની ટીમના તરવૈયાઓની મદદ પણ લેવામાં આવી હતી. ગ્રામજનો અને ફાયરની ટીમના તરવૈયાઓએ સવારે ૧૦ થી લાગલગાટ ૮ કલાક સુધી જહેમત ઉઠાવ્યા બાદ આખરે તરુણનો મૃતદેહ સાયફનમાં ઉગેલા બાવળમાં ફસાયેલી હાલતમાં સાંજે ૬ કલાકે મળી આવ્યો હતો. મૃતક યુવાનને પરિવાર કે માતાપિતા ના હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે. અને છૂટક મજુરી કરીને ગુજરાન ચલાવતો હતો તેમજ તેના નામ અંગે પણ જાણકારી મળી નથી.

Comments
Loading...
WhatsApp chat