શકતશનાળા પ્લોટ શાળામાં “ગ્રુપ ઓફ વૃંદાવન” નું પ્રેરણાદાયી કાર્ય.

આજ રોજ શકત શનાળા પ્લોટ શાળામાં “ગ્રુપ ઓફ વૃંદાવન” દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને બટુક ભોજન કરાવી તમામ બાળકોને એક નોટબુક અને એક પેન પ્રોત્સાહક ભેટ સ્વરૂપે આપેલ. આ પ્રસંગે ગ્રુપ ઓફ વૃંદાવનના કન્વીનરશ્રી નિલેશભાઈ પરમાર તથા ગ્રૂપના સભ્યોએ જાતે રસોઈ બનાવી બાળકોને જમાડેલ તથા પોતાના વરદ હસ્તે પ્રોત્સાહક ભેટ આપેલ. આ પ્રસંગે શાળા પરિવાર વતી શાળાના  શિક્ષકશ્રી હર્ષદભાઈ મારવણીયા એ “ગ્રુપ ઓફ વૃંદાવન” ની પ્રેરણાદાયી કામગીરી ને બિરદાવેલ તથા શાળાના આચાર્યશ્રી મહેશભાઈ રામવાતે આભાર પ્રગટ કરેલ.

Comments
Loading...
WhatsApp chat