



મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી છે. શહેરની મોટાભાગની હોસ્પિટલ જ્યાં સ્થિત છે તે સાવસર પ્લોટ વિસ્તારમાં વર્ષોથી ભૂગર્ભનો પ્રશ્ન યથાવત છે તો રોડ રસ્તાની હાલત પણ દયનીય જોવા મળી રહી છે. છેલ્લા સમયમાં અમુક રોડના કામો થયા છે જોકે ભૂગર્ભનો પ્રશ્ન હજુ યથાવત જ છે. સાવસર પ્લોટ વિસ્તારમાં જુના બસ સ્ટેન્ડ નજીક છેલ્લા એક માસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે જેના ગંદા પાણીના તલાવડા ભરેલા જોવા મળી રહ્યા છે. જેથી આસપાસના ધંધાર્થીઓ, વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો બેફામ ગંદકીથી હોસ્પિટલના દર્દીઓ માથે પણ રોગચાળાનો ભય ઝળુંબી રહ્યો છે. અનેક રજુઆતો છતાં પાલિકા તંત્ર ભૂગર્ભના પ્રશ્નના ઉકેલ લાવી સકતી નથી જેથી નાગરિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

