



મોરબીના સેવા સદનમાં આખો દિવસ અરજદારો પોતાના નાના મોટા કામકાજ માટે આવતા રહેતા હોય છે પરંતુ મોરબીમાં હવે પશુઓને પણ સેવાસદન કચેરીના કામ રહેતા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. મોરબીના સેવા સદનમાં આજે ખુંટીયો ઘુસી આવ્યો હતો જે આમથી તેમ કચેરી શોધતો હોય તેમ ફાંફા મારતો જોવા મળ્યો હતો જોકે સેવાસદનના વોચમેન કે અન્ય કોઈ કર્મચારીને થોડી વાર સુધી તો ધ્યાન જ ગયું ના હતું અને આખરે ધ્યાન ગયા બાદ ખુંટીયાને હાંકી કાઢવા માટે મહેનત કરવી પડી હતી.

