

સરકારી તંત્ર તેના કામ પ્રત્યે કેટલું જવાબદાર કે ગંભીર હોય છે તે સમજવું બહુ મુશ્કેલ હોતું નથી. સરકારી બાબુઓની આળસુ અને બેદરકાર વૃતિના દર્શન નાગરિકોને પ્રતિદિન થતા હોય છે પરંતુ ક્યારેક તો સરકારી તંત્ર હદ કરી નાખે છે. જેનું જીવંત ઉદાહરણ છે આ તસ્વીર. મોરબીના સેવા સદનમાં સરકારી બાબુઓએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. સેવાસદનની એક કચેરીમાં કોમ્પ્યુટર શાખાનું સાઈન બોર્ડ ઊંઘું લગાવી દેવામાં આવ્યું છે. સાઈન બોર્ડ કેટલા સમયથી લગાવવામાં આવ્યું છે તેની માથાકૂટ માં ના પડીએ તો પણ ઊંઘું ફીટ કરી દીધેલું બોર્ડ હજુ સુધી કોઈને ધ્યાનમાં આવ્યું નથી તે આશ્ચર્યજનક કહી સકાય.