બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફૂડપેકેટનું વિતરણ કરવા સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા લાયન્સ કલબ મોરબીની એક ટિમ રવાના થશે

 

 

આજ રોજ મોરબી મુકામે થી રાત્રે ૧૦=૦૦ કલાકે બનાસકાંઠાના પુરગ્રસ્ત વિસ્તારના લોકોને સહાયરૂપ થવા માટે સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા લાયન્સ કલબ મોરબીની એક ટીમ રવાના થઇ રહી છે. આ ટીમ પોતાની સાથે ૮૦૦૦ હજાર ફૂડપેકેટ, ૫૦૦૦ પાણીના પાઉચ, ૧૦૦૦ જોડી પહેરવાના કપડા, ૨૦૦ કાચા રાશનની કીટ, તેમજ ૧૦૦ ઓઢવાના ધાબળા સાથે લઇ ને બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને આ દુખદ અને વિકટ પરિસ્થિતિ માં સહાયરૂપ થવા માટે જઈ રહ્યા છે.

આ કાર્યમાં મોરબીના શ્યામપાર્ક સોસાયટીમાં આવેલ સ્વર્ગ એપાર્ટમેન્ટની ટીમ દ્વારા આશરે ૪૦૦૦ ફૂડપેકેટ તૈયાર કરવામાં આવેલ છે. લાયન્સ ક્લબ ઓફ મોરબી ક્વીન્સ દ્વારા પણ ૪૦૦૦ ફૂડપેકેટ પેકેટ તૈયાર કરવામાં આવેલ છે. સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૦ જોડી કપડા, ૨૦૦ કાચા રાશનની કીટ તેમજ ૫૦૦૦ પાણીના પાઉંચ લેવામાં આવેલ છે. આ બધી જ સામગ્રી લઇને સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા, લાયન્સ ક્લબના મગન ભાઈ સંઘાણી, તરઘરીના સરપંચ ભાવેશભાઈ સાવરિયા અને સેતુબંધ ફાઉન્ડેશન સાથે જોડાયેલા અન્ય ૧૦ થી ૧૨ સેવાભાવી યુવાનોની ટીમ સાથે આજે રાત્રે ૧૦:૦૦ કલાકે રવાના થશે. જો કોઈ સેવાભાવી સંસ્થા કે લોકોએ કોઈ પણ પ્રકારની સહાય મોકલવી હોય તો કે.ડી.બાવરવા નો ૯૮૨૫૧૩૯૯૯૨ નંબર પર સંપર્ક કરી શકે છે.

Comments
Loading...
WhatsApp chat