
તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
ભ્રષ્ટાચારના આક્ષેપો કરી કલેકટરને આવેદન


મોરબી તાલુકામાં જાંબુડિયા ગ્રામ પંચાયત અને ત્રાજપર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને એક કરોડની ગ્રાન્ટના વિકાસકાર્યો ના કરીને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખે કલેકટરને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે
મોરબી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નાથાભાઈ સામંતભાઈ ડાભીએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે જાંબુડિયા ગ્રામ પંચાયત અને ત્રાજપર ગ્રામ પંચાયતમાં કામો માટે ફાળવેલ ગ્રાન્ટનો ઉપયોગ અંગત સ્વાર્થ માટે કરી લોકોને સુખાકારીથી વંચિત રાખ્યા છે જેમાં જાંબુડિયા લોકમેળામાં થતી આવક સરકારની તિજોરીમાં ઓછી દર્શાવી બંને મેલા દ્વારા જે દર વર્ષે રફાળેશ્વર ખાતે યોજાય છે
જેમાં ભ્રષ્ટાચાર કરાઈ છે છેલ્લા ત્રણ વર્ષથી ખોટા વાઉચર બનાવાય છે જેથી ભ્રષ્ટાચાર અટકાવી લોકોના કામ થાય તેવી માંગ કરી છે તેમજ ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ જે ભ્રષ્ટાચારના બનાવમાં હાલ જામીન પર છે અને હળવદ ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય હોય જે ભ્રષ્ટાચાર કરવાની ટેવવાળા હોય તેની પત્ની સરપંચ તરીકે કાર્યરત હોય અને સત્તાનો દુરુપયોગ કરીને લોકો પાસેથી ગેરકાયદેસર પૈસા ઉધરાવી બાદ જ વિકાસકામો કરે છે જેના કારણે ફાળવેલ ગ્રાન્ટનો ઉપયોગ કરતા નથી
જેથી યોગ્ય પગલા ભરવા માંગ કરી છે તાલુકા પંચાયત ઉપપ્રમુખે કલેકટરને કરેલી આટા વિવિધ કામો અને તેની ગ્રાન્ટની રકમનું લીસ્ટ પણ સાથે આપ્યું છે જેમાં કુલ ૨૩ કામો માટે અંદાજે એક કરોડની રકમના કામો બાકી હોવાનું જણાવ્યું છે
