



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના બાદનપર ગમે વીંછી કરડતા એકનું મોત
મોરબીના બાદનપર ગામે રહેતા રાહુલ ગુલાબભાઈ ડામોરને ગામની સીમમાં વીંછી કરડતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
મોરબીના અણીયારી ગામે રસોઈ બનાવતા દાઝેલી મહિલાનું મોત
મોરબીના અણીયારી ગામના રહેવાસી પાર્વતીબેન સંજયભાઈ ગણેશીયા (ઉ.વ.૨૧) નામની પરિણીતા ગત તા. ૧૬-૦૭ ના રોજ પોતાના ઘરે રસોઈ બનાવતી વેળાએ કોઈ કારણોસર દાઝી જતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ રીફર કરવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે



