મોરબીની સાયન્સ કોલેજમાં સીટ વધારવા તાળાબંધી મોકૂફ, જાણો શા માટે ?

એનએસયુઆઈ દ્વારા કોલેજ ખાતે ઉગ્ર સુત્રોચ્ચાર કરાયા

મોરબી જીલ્લા એનએસયુઆઈના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા અને ઉપપ્રમુખ યુવરાજસિંહ ઝાલાની આગેવાનીમાં જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં એકમાત્ર ગ્રાન્ટેડ એમ.એમ.સાયન્સ કોલેજ જેમાં દર વર્ષે વધુ બેઠક હોય પરંતુ આ વર્ષે માત્ર ૨૪૦ બેઠક મંજુર થતા ઘણા નબળા અને ગરીબવર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહે તેમ છે જેથી કોલેજમાં સાયન્સની ૧૨૦ બેઠકો વધારવાની માંગ કરવામાં આવી હતી અને જો બેઠક વધારવા મુદે યોગ્ય નિર્ણય કરવામાં નહિ આવે તો મોરબી જીલ્લા એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેને પગલે આજે  એનએસયુઆઈના હોદેદારો અને કાર્યકરો એમ.એમ. સાયન્સ કોલેજ ખાતે પહોંચ્યા હતા અને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે કોલેજના ટ્રસ્ટીઓએ તાળાબંધી કરતા અટકાવી વાતચીત માટે આમંત્રણ પાઠવ્યું હતું જેમાં બેઠકો વધારવાનો નિર્ણય કરવા માટે આગામી તા. ૧૦ સુધીનો સમય માંગવામાં આવ્યો હતો જેના માટે એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના કાર્યકરોએ સહમતી દર્શાવી હતી અને આજે તાળાબંધી કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું જોકે એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને નિયત સમયમર્યાદામાં માંગ નહિ સંતોષાય તો તાળાબંધી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat