Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની શાળાના બાળકોએ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવતા શીખવી

વિઘ્નહર્તા દેવ ગણપતિ આરાધનાનું પર્વ ગણેશ ચતુર્થી નજીક છે ત્યારે શાળાના બાળકોને માટીની મૂર્તિ બનાવી પર્યાવરણ બચાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો

પવિત્ર શ્રાવણ માસની પુર્ણાહુતી સાથે જ વિઘ્નહર્તા દેવ ગણપતિની આરાધનાના પર્વ ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરુ થઇ જતી હોય છે અને દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી પર્યાવરણ બચાવોનો સંદેશ આપવામાં આવે છે ત્યારે મોરબીની સંસ્થા રોટરી ક્લબ દ્વારા આયોજિત કિડ્સ કેમ્પમાં શાળાના બાળકોને માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનો ઉપદેશ આપવાને બદલે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ માટીમાંથી બનાવતા શીખવવામાં આવ્યું હતું શાળાના ૨૫ થી ૩૦ બાળકોને આજે માટીમાંથી ગણેશ મૂર્તિ બનાવતા શીખવ્યું હતું

તો બાળકોએ ઉત્સાહભેર ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ બનાવતા શીખી પર્યાવરણ બચાવોનો સંદેશ પાઠવ્યો હતો સંસ્થાના અગ્રણી રશેષભાઈ મહેતા સહિતનાઓએ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat