મોરબી નજીક કોઝવેમાં સ્કૂલ બસ તણાયા બાદ પલ્ટી ગઈ, બાળકોનો બચાવ

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકની નીલકંઠ સ્કૂલની બસ આજે સવારે શાળાના બાળકોને લઈને શાળા તરફ જતી હતી ત્યારે મોરબીથી જતી વેળાએ રાજપર કુંતાસી ગામ નજીકના કોઝવેમાં પાણીના પ્રવાહમાં બસ તણાવા લાગી હતી અને પાણીમાં તણાવા લાગેલી બસ બાદમાં પલ્ટી મારી ગઈ હતી જોકે બસના ચાલકની સમયસુચકતાને કારણે કોઈ જાનહાની થવા પામી નથી. બસમાં ધોરણ ૫ થી ૧૦ ના ૩૫ વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હતા જે તમામનો બચાવ થયો છે. બસ પલ્ટી ગયાની જાણ થતા તુરંત ગ્રામજનોએ આવીને મદદ કરતા તમામ બાળકો બચી ગયા છે તો તંત્રને જાણ કરાતા તંત્ર દોડી ગયું હતું તેમજ આજે ભારે વરસાદને પગલે શાળા કોલેજ બંધ રાખવાનો આદેશ પણ જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા આપવામાં આવ્યો છે.

 

Comments
Loading...
WhatsApp chat