સમસ્ત સતવારા સમાજ એન્જીનિયર્સ એસો. દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં સમસ્ત સતવારા સમાજ એન્જીનિયર્સ એસો. દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ ૨૦૧૬-૧૭ અંતર્ગત તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન સતવારા સમાજની વાડી બગસરા ખાતે તા. ૨૫ જૂન રવિવારનાં રોજ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢવાણીયા કૃતિ હરજીભાઈ ગાંધીનગર બીઈઈસી,પરમાર રિદ્ધિ નવીનભાઈ મોરબી ડિપ્લોમા આઈટી,કડિયા તેજસ ભરતભાઈ અમદાવાદ ડિપ્લોમા મિકેનીકલ અને કણજગરિયા અનીલ પ્રવીણભાઈ બરવાળા ડિપ્લોમા મિકેનીકલ વાળાઓનું ‘સ્વ. જીવરામભાઈ ડુંગરશીભાઈ પરમાર’ ગોલ્ડ મેડલ, શિલ્ડ તથા ભેટ આપી શ્રીમતિ હંસાબેન એલ. હડીયલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે સમસ્ત ગુજરાતમાંથી સતવારા સમાજનાં આગેવાનો, હોદ્દેદારો તથા મહાનુભાવોએ હાજરી આપીને ઈજનેરોને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી અને  આયોજકોને બિરદાવ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat