મોરબી સતવારા સમાજે ડો ઋત્વિજભાઈ પટેલ સ્વાગત સમારંભ કર્યો.

મોરબી સતવારા સમાજના ભાઈઓ ને જણાવતા આનંદ થાય છે કે તા૩૦/૦૮/૨૦૧૭, બુધવારના રોજ યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ ઋત્વિજભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિજય ટંકાર યુવા સંમેલન અંતર્ગત મોરબી ભાજપ યુવા મોર્ચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરેલ જેનો રૂટ દરબારગઢ થી બપોરે ૪.૦૦ કલાકે પ્રારંભ થઇ અને મોરબીના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ આ રેલી સાંજે ૫:૩૦ વાગ્યે ભેખડ ની વાડી પાસે છોટાલાલ પેટ્રોલપંપ સામે પહોચેલ જ્યાં સતવારા સમાજ તરફથી “ડો ઋત્વિજભાઈ પટેલ” તથા આપણા સમાજ ના અગ્રણી તથા મોરબી ના પ્રભારી ” મેઘજીભાઈ કંઝારીયા” નું સ્વાગત સમારંભ કાર્યક્રમ રાખેલ જેમા મેઘજીભાઇ ખંભાળિયા માં અતી વરસાદ ના કારણે પહોચી શક્યા ના હતા તેમને ફોન કરી ને શુભકામના પાઠવેસ તથા મોરબી શહેર, મોરબી તાલુકાના સતવારા સમાજના ભાજપના સર્વે પૂર્વ તથા વર્તમાન હોદ્દેદારો, પૂર્વ તથા વર્તમાન કાઉન્સિલરો, જી. પંચા. તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓનુ સન્માન કરેલ તેમજ તમામ સક્રિય ભાઈઓ બહેનો, મિત્રોએ હાજરી આપેલ સમાજના બહોળી સંખ્યા માં ભાઈઓ એ પધારી અને આપણા સમાજની એકતા બતાવેલ, ત્યારબાદ કામધેનુ પાર્ટી પ્લોટ મા સાંજે ૬.૩૦ કલાકે ડો. ઋત્વિજભાઈ પટેલ તથા ધારાસભ્ય  કાન્તિભાઈ અમૃતિયાના પ્રવચન બાદ ભોજન સમારોહનું આયોજન કરેલ.

 

 

Comments
Loading...
WhatsApp chat