મોરબી સતવારા સહકાર ચેરીટેબલ ટ્રસ્ટ મા એમ્બ્યુલન્સની લોકાર્પણ વિધિ..

 

મોરબી ખાતે  સતવારા સહકાર ચેરીટેબલ ટ્રસ્ટ જે છેલ્લા બે વર્ષ થી  શબવાહીનીની સેવા આપી રહ્યુ છે તે ટ્રસ્ટ ને સ્વ દેવશીભાઈ શીવાભાઈ ડાભીના સ્મરણાર્થે..માનુબેન દેવશીભાઈ ડાભી તથા તેમના પુત્રો દ્વારા સમાજ ને અને  લોકો ને  તાત્કાલિક સારવાર મળી રહે તેવા સેવાકીય હેતુ થી ટ્રસ્ટ ને એમ્બ્યુલન્સ દાન રૂપે આપવામાં આવી હતી જે રાજકોટ જામનગર અમદાવાદ સહિત ના મોટા શહેરો માં દર્દીઓ ને રીફર કરવામાં ઉપયોગી બની રહેશે

તેમજ સતવારા સહકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી ના આ ઉમદા કાર્ય ને બિરદાવવા તેમનું તથા સમાજ ના આગેવાનો નું સન્માન કરવામાં આવ્યું હતું જે અંગે સતવારા સહકાર ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ મેરૂભાઈ કંઝારીયા એ જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સ ની સેવા માટે મોરબી જીલ્લા માં કોઈ પણ ચાર્જ વસુલ કરવામાં આવશે નહીં અને આ એમ્બ્યુલન્સ માં ખાસ દર્દીઓ માટે તાત્કાલિક સેવા આપવામાં આવશે જે માટે એમ્બ્યુલન્સ સેવા નંબર ૮૩૪૭૨ ૧૧૦૮૧ પર સંપર્ક કરી સેવા પ્રાપ્ત થઈ શકશે  આ કાર્યક્રમ માં સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ

ગોકળદાસ ડોસાભાઇ પરમાર, સતવારા સહકાર ચેરીટેબલ ટ્રસ્ટન ા પ્રમુખ મેરૂભાઇ કંઝારીયા, પરમેશ્રર સંતવાણી સેવા મંડળના પ્રમુખ ધરમશીભાઇ હડીયલ વોર્ડનં.૧૧ના કાઉન્સીલર  ભાવેશભાઇ, કરમશીભાઇ, પ્રભુભાઇ તેમજ વોર્ડનં.૬ કાઉન્સીલર અનિલભાઇ તેમજ પ્રોફેસર  એલ.એમ.કંઝારીયા સાહેબ
સહિત ના આગેવાનો તેમજ બહોળી સંખ્યા માં લોકો ઉપસ્થીત રહી ને કાર્યક્રમને તેમજ એમ્બ્યુલન્સ લોકાર્પણ સમારોહ ને બિરદાવ્યો હતો

 

Comments
Loading...
WhatsApp chat