


મોરબી શહેરમાં ૨૧ વર્ષથી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી તેમજ વિધાર્થીઓનું ધડતર કરનાર સાર્થક વિધામંદિર દ્વારા ધો.૧૦ અને ૧૨ ના બોર્ડના પરિણામ પછી શું?,વિધાર્થી-વાલીઓને મુંઝવતા પ્રશોનોનું નિરાકરણ અને વિધાર્થી પોતાની ક્ષમતા મુજબ યોગ્ય કારકિર્દી બનાવી શકે તે માટે સાર્થક વિધામંદિર ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જુદી-જુદી ફેકલ્ટીના શિક્ષણવિદ્રો દ્વારા કોમર્સ.સાયન્સ,આર્ટસ અને ડીપ્લોમાં,ડીગ્રી જેવી ફેકલ્ટીના તજજ્ઞો આ સેમીનાર પોતાના અનુભવન દ્વારા માર્ગદર્શન આપશે.

