મોરબી : મધ્યપ્રદેશની ભૂલી પડી ગયેલ યુવતીનું સખી વન સ્ટોપ સેન્ટરે માતાપિતા સાથે સુખદ મિલન કરાવ્યું

મધ્યપ્રદેશની રહેવાસી યુવતી એમપીથી આવી હોય અને હળવદ બસ સ્ટેન્ડ પર ભૂલી પડી ગઈ હોય જેને સખી વન સ્ટોપ સેન્ટરે આશરો આપીને સંસ્થાએ માતાપિતા સાથે યુવતીનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું
તારીખ ૧૨-૬-૨૦૨૧ મધ્ય-પ્રદેશની યુવતી તેના ભાઈ સાથે એમ.પી. થી આવેલ. રસ્તામાં મોરબી જીલ્લાના હળૅવદ બસ સ્ટેંડ પર બસ સ્ટોપ થત્તા બેન નાસ્તો લેવા માટે ઉતરેલ અને બસ નિકળી ગયેલ. ત્યારબાદ તે યુવતી બીજી બસમાં ભુલથી ચડી ગયેલ. ત્યારબાદ કોઇ અજાણી વ્યક્તીએ યુવતીને રડતા જોતા ૧૮૧ વુમન હેલ્પ લાઈનને ફોન કરેલ. ૧૮૧ વુમન હેલ્પ લાઈન દ્રારા બેનને સખી- વન સ્ટોપ સેંટર પર રીફેર્ડ કરવામાં આવેલ.. બેનની ઉંમર ૧૪ વર્ષની હોવાથી ખુબ જ ગભરાય ગયેલ હતા. ત્યારબાદ સખી- વન સ્ટૉપ સેંટરના સ્ટાફ દ્રારા બેનને ઘર જેવો પ્રેમ, હુંફ અને આશ્રય આપવામાં આવ્યો હતો

સતત કાઉંસેલિંગ કરતા જાણવા મળેલ કે મધ્ય પ્રદેશના અલિરાજપુરના સેવારીયા ગામના વતની છે. ભાઈનુ કોઇ નંબર કે સરનામુ ન હોવાથી સખી- વન સ્ટોપ સેંટરના સ્ટાફ દ્રારા એમ.પી. ના એમ.એલ.એ.નો સંપર્ક કરી તેમના ગામના સરપંચની માહીતી મેળવેલ. તેઓએ તેમના માતા-પિતાને જાણ કરીને અને એમ.પી. થી તેમના માતા-પિતાને વન સ્ટૉપ સેંટર ખાતે બોલાવવામાં આવેલ. યુવતીને ૫ દીવસ સુધી વન સ્ટોપ સેંટર ખાતે આશ્રય આપવામાં આવેલ.અને યુવતીના માતા-પિતા સખી- વન સ્ટૉપ સેંટર ખાતે આવેલ. તેઓ તેમની દીકરીને જોઈને ખુબ જ રાજી થઈ ગયેલ. ત્યારબાદ ડોક્યુમેંટની તપાસણી કરી તે યુવતીનો કબ્જો તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યો. યુવતીએ તથા તેમના માતા-પિતા એ સખી- વન સ્ટૉપ સેંટરનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat