Billboard ad 1150*250

મોરબીના લાલપરમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ

0 361

ધ્રાંગધ્રા નજીકના ગામના રહેવાસી કોળી પરિવારની ૧૫ વર્ષની સગીરાનું મોરબી નજીકના લાલપર ગામે આવેલ સિરામિક ઓરડીમાંથી અપહરણ થયું છે. મોરબીના લાલપર ગામ નજીકના સાનીયો સિરામિકમાં રહીને મજુરી કરતા ની ૧૫ વર્ષની સગીર દીકરીને આરોપી પીન્ટુરાય નરસીરાય રહે. મૂળ યુપી વાળો સિરામિકની ઓરડીમાંથી તેને લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ગયો છે તે ઉપરાંત સગીરાના પિતાને ફોન પર ધમકીઓ આપ્યાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. મોરબી તાલુકા પોલીસે સગીરાના અપહરણ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે તેમજ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat